Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

દુકાનમાંથી સ્ફોટક પદાર્થ સાથે યુવક ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ડોલવણ તાલુકાના વાંકલા ગામની સીમમાં આવેલ ચીકનની દુકાનમાંથી જીલેટીન ટોટા તથા સાદી ઇલેકટ્રીક કેપ જેવા સ્ફોટક પદાર્થ જિલ્લા એસ.ઓ.જી.એ કબજે લીધો હતો.

તાપી જિલ્લા એસ.ઓ.જી. ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે, વાંકલા ગામે ઓલણ નદીકિમારે આવેલ આર.એસ.ચીકન સેન્ટરના માલિક રાહુલભાઈ રાજીનભાઈએ પોતાની દુકાનમાં સ્ફોટક પદાર્થનો જથ્થો સંતાડી રાખી છે. એવી બાતમીના આધારે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા દુકાનમાંથી એક કાળા કલરની પ્લાસ્ટિકની થેલીમાં જીલેટીન ટોટા નંગ-૨ તથા સાદી ઇલેકટ્રીક કેપ નંગ-૨ મળી આવ્યા હતા, જે સ્ફોટક પદાર્થ તેમજ મોબાઈલ ૧ મળી કુલ રૂ.૫,૨૨૮/-ના મુદ્દામાલ સાથે જ રાહુલ ગામીતની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.