Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અજય દેવગણની ‘સિંઘમ અગેઈન’માં સલમાન ખાનનો પણ કેમિયો હોવાની વાત વહેતી થઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અજય દેવગણની ‘સિંઘમ અગેઈન’માં બીજા કલાકારોના કાફલા સાથે સલમાન ખાનનો પણ કેમિયો હોવાની વાત વહેતી થઈ છે. સલમાન ખાનનો પોલીસ ડ્રેસમાં એક ફોટો વાયરલ થયો છે. આ ફોટામાં તેની સાથે અજય દેગવણ પણ પોલીસ ઓફિસર તરીકે દેખાય છે. તે પરથી ચાહકો એવી અટકળ લગાવી રહ્યા છે કે ‘સિંઘમ અગેઈન’માં સલમાન કદાચ ચુલબુલ પાંડે તરીકે એન્ટ્રી કરી શકે છે. જોકે અજય દેવગણ, સલમાન ખાન કે પછી ફિલ્મ સર્જક રોહિત શેટ્ટીએ મોડે સુધી આ અફવા વિશે કોઈ ફોડ  પાડયો ન હતો. ઉલ્લેખનીય છે કે, રોહિત શેટ્ટીએ ક્યારેય સલમાન ખાન સાથે કામ કર્યું નથી. જોકે તેણે અગાઉ અનેક વખત ઈચ્છા પ્રગટ કરી છે કે પોતે સલમાન સાથે ફિલ્મ કરવા માગે છે.