ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લામાં રહેતો મોહમ્મદ નવાબ મોહમ્મદ અકમલ ખાન હાલ સુરતમાં ડ્રાઇવિંગ કરે છે. જયારે મોહમ્મદ નવાબ પોતાને ટ્રકમાં સુરતથી માલ ભરીને વડોદરા આવ્યો હતો. વડોદરા માલ ખાલી કરી કારેલીબાગ ખાતે સુરત અમદાવાદ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ગાડી ભરવા માટે મૂકી હતી. જોકે ગાડી ભરાઈ જતા રાત્રે 9:30 વાગે સુરત જવાથી નીકળ્યો હતો.
વડોદરામાં આરાધના સિનેમા પાસે રસ્તો ઓળંગતા સમયે એક બાઈક પર ત્રણ વ્યક્તિઓ આવ્યા હતા અને એકદમ મારા ટકની સામે બાઈક ઊભી રાખી હતી. એક વ્યક્તિએ મને ગાળો બોલી માર માર્યો હતો. જ્યારે બીજાએ ચપ્પુ વડે હુમલો કરતા મેં ટ્રકનો દરવાજો બંધ કરી દેતા તેને ટ્રકનો આગળનો કાચ ગનથી તોડી નાખ્યો હતો. હું ગભરાઈને ટ્રક લઈને ભાગવા લાગ્યો હતો. તે દરમિયાન આરોપીની રમકડાની એરગન મારા ટ્રકમાં પડી ગઈ હતી અને આરોપી દરવાજા પરથી ઉતરીને બાઈક પર બેસી ગયો હતો. ત્રણેય આરોપીઓએ બાઈક પર મારો પીછો કર્યો હતો. પરંતુ થોડે દૂર ગયા પછી પોલીસ ભવન લખેલું સાયન બોર્ડ આવતા હું ત્યાં વળી જતા આરોપીઓ ભાગી ગયા હતા.




