Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગાંજાનાં જથ્થા સાથે ત્રણ ઈસમો ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર શહેર નજીક સરગાસણમાં આવેલી ગુડ્સવિલા વસાહતમાં દારુની પાર્ટી ચાલતી હોવાની માહિતીને પગલે પોલીસે દરોડો પાડયો હતો અને અહીં ત્રણ શખ્સોને મહેફિલ માણતા ઝડપી લીધા હતા ત્યારે તેમની ૧.૧૮૫ કિલો ગાંજો અને ૯ લાખ રોકડા મળીને ૯.૨૩ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

બનાવ અંગે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ઇન્ફોસિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી અને તે દરમિયાન એક મકાનમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી મળી હતી.પરંતુ દરોડો પાડતા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે મળતી વિગતો પ્રમાણે જિલ્લા પોલીસ કંટ્રોલરૂમને મળેલી ફરિયાદને પગલે ઇન્ફોસિટી પોલીસને જાણ કરવામાં આવી હતી કે સરગાસણમાં આવેલી ગુડ્સવિલા વસાહતમાં કેટલા ઇસમો ભેગા થઈને દારૃની મહેફિલ માણી રહ્યા છે. જેના પગલે પીસીઆર વાનને જાણ કરવામાં આવી હતી અને પેટ્રોલિંગમાં રહેલી વાન આ વસાહતમાં પહોંચી હતી.

જ્યાં સ્થાનિક પોલીસની રાહ જોઈને ઉભા હતા ત્યારબાદ મકાન નંબર એ ૩૦૧માં પોલીસે દરોડો પાડયો હતો જેમાં ત્રણ શખ્સો બિયરની મેહફીલ માણતા મળી આવ્યા હતા. જો કે પોલીસે તપાસ કરતા તેમની પાસેથી ૧.૧૮૫ કિલો ગાંજો અને ૯ લાખ રૃપિયા રોકડા તેમજ ચાર મોબાઇલ મળી આવ્યા હતા. જેથી આ શખ્સોની પૂછપરછ કરવામાં આવતા તે પ્રતિક કાંતિભાઈ હિરાણી રહે, મકાન નંબર ૩૦૧ ગુડ્સવિલા મૂળ મોવિયા, ગોંડલ તેમજ જય પ્રવીણભાઈ હડિયા રહે, એન-૫૦૬ સ્વાગત ફ્લેમિંગો મૂળ આંકોલવાડી,તલાલા,ગીર તેમજ દિનેશ માવજીભાઈ જાવિયા ઐશર એપાર્ટમેન્ટ રાજકોટ હોવાનું બહાર આવ્યું હતું. જેમની સામે એનડીપીએસ એક્ટર હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા તેમજ કોને કોને આપવાનો હતો તે જાણવા માટે તપાસ શરૃ કરવામાં આવી છે.