Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ, બે વ્યક્તિનો થયો આબાદ બચાવ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરાનાં રાવપુરા મેઈન રોડ પર આવેલ મેડિકલ સ્ટોરમાં મધરાતે ભીષણ આગ લાગતા ફસાયેલી બે વ્યક્તિનો બચાવ થયો હતો. થોડા સમય પહેલા જ રાવપુરા મેઇન રોડ પર ટાવર સામે ચાર દુકાનોમાં આગ લાગતાં ભારે નુકસાન થયું હતું. ઉપરોક્ત બનાવ બાદ રાત્રે એકાદ વાગ્યાના અરસામાં અગાઉ આગ લાગી હતી તેની બાજુના મેડિકલ સ્ટોરમાં આગ લાગી હતી. એ રોય એન્ડ કંપનીમાં રાત્રે સાડાબાર વાગ્યા સુધી કામકાજ ચાલુ હતું અને દુકાન બંધ કર્યા બાદ તરત જ આગ લાગી હતી. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાય છે. બિન સત્તાવાર રીતે એમ પણ જાણવા મળ્યું છે કે આ મકાનમાં ઉપર બે વ્યક્તિ રહેતી હતી. પરંતુ આગ લાગ્યા બાદ બંને પાછળના રસ્તેથી નીચે ઉતરી જતા તેમનો બચાવ થયો હતો.