Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કાકરાપાર પોલીસ મથકનાં બે વોન્ટેડ આરોપી ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લાનાં કાકરાપાર પોલીસ સ્ટેશનમાં જુગારનાં ગુન્હામાં નાસતા ફરતા બે વોન્ટેડ આરોપીને વ્યારા ટીયકપુરા બાયપાસ હાઇવે પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન ખાનગી બાતમીનાં આધારે, વ્યારા ટીયકપુરા બાયપાસ હાઇવે પાસેથી કાકરાપાર પોલીસ સ્ટેશનનાં જુગારના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આારોપી (1) પ્રભાકર ઉર્ફે બન્ટી માળી ઉર્ફે બન્ટી મામા રામચંદ્ર માળી (ઉ.વ.૪૦., રહે.તલોદા, મોટા માળીવાડ, તા.તલોદા, જિ.નંદુરબાર) અને (2) મયુર નામદેવ વાનખેડે (ઉ.વ.૩૪., રહે.તલોદા, ગુરૂકુળ કાર્ની, તા.તલોદા, જી.નંદુરબાર) નાઓને તારીખ ૧૦/૦૩/૨૦૨૫ નારોજ ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા.