મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલ તાલુકાનાં કાટીસકુવા ગામના મંદિર ફળિયામાંથી વગર પાસ પરમિટે રાત્રિના સમયે લાઈટનાં અજવાળામાં વગર પાસ પરમિટે ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા ૧૨ જુગારીઓને ઝડપી પાડી તમામ જુગારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૨૬/૦૮/૨૦૨૪ના મોડી રાત્રે ઉચ્છલ પોલીસ સ્ટેશનનાં ગવાણ આઉટ પોસ્ટ વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પ્રોહી. તથા જુગાર અંગેની રેઈડ નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, કાટીસકુવા ગામનાં મંદિર ફળિયામાં રહેતા અશોકભાઈ સુરપસિંગભાઈ વસાવા તેના ઘરની આગળ આવેલ ખુલ્લી પજારીમાં જાહેરમાં લાઈટનાં અજવાળામાં કેટલાક ઈસમોને પૈસાવતી હારજીતનો જુગાર રમી રમાડી રહેલ છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચતા ત્યાં કેટલાક ઈસમો લાઈટનાં અજવાળામાં ગોળ કુંડાળું બનાવી ગંજીપાનાનો પૈસાવતી દાવ ઉપર હાર જીતનો જુગાર રમતા ૧૨ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૨,૮૩૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી ઈનેશભાઈ વસાવાની ફરિયાદના આધારે ઝડપાયેલ તમામ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ રેઈડમાં ઝડપાયેલ ૧૨ જુગારીઓ…
૧.અશોક સુરપસિંગભાઈ વસાવા (રહે.કાટીસકુવા ગામ, મંદિર ફળિયું, ઉચ્છલ),
૨.દિનેશ રામાભાઈ વસાવા (રહે.કાટીસકુવા ગામ, ઉચ્છલ),
૩.સુનીલ કાંતિલાલભાઈ વસાવા (રહે.કાટીસકુવા ગામ, ઉચ્છલ),
૪.પીયુષ પરેશભાઈ વસાવા (રહે.કાટીસકુવા ગામ, ઉચ્છલ),
૫.બટેસિંગ સામાભાઈ વસાવા (રહે.કાટીસકુવા ગામ, ઉચ્છલ),
૬.નરપત સુમાભાઈ વસાવા (રહે.કાટીસકુવા ગામ, ઉચ્છલ),
૭.પ્રગ્નેશ રાજુભાઈ વસાવા (રહે.કાટીસકુવા ગામ, ઉચ્છલ),
૮.ગણેશ ગામજીભાઈ વસાવા (રહે.કાટીસકુવા ગામ, ઉચ્છલ),
૯.સમીર નવીનતંભાઈ વસાવા (રહે.કાટીસકુવા ગામ, ઉચ્છલ),
૧૦.બાલુ એમાજીભાઈ વસાવા (રહે.કાટીસકુવા ગામ, ઉચ્છલ),
૧૧.વેચ્યા નંદયાભાઈ કાથુડ (રહે.કાટીસકુવા ગામ, ઉચ્છલ) અને
૧૨.નીતેશ દેવજીભાઈ વસાવા (રહે.કાટીસકુવા ગામ, ઉચ્છલ).




