ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં વિજયકુમારની અંક્લેશ્વર રેલવે આઉટ પોસ્ટમાં નોકરી હતી. તે સમયે આરપીએફમાંથી તેમને જાણ થઈ હતી કે, આરપીએફની ટીમે સૌરાષ્ટ્ર જના એક્સપ્રેસ ટ્રેનમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી એક મહિલાને પકડી છે. 
રમિયાનમાં ટ્રેન આવતાં ટીમે મહિલાને તેમને સોંપી હતી. તેમણે મહિલાની પુછપરછ કરતાં તેનું નામ હિના અબ્દુલ રશીદ ખાન (રહે.ટાંકી ફળીયુ, અંક્લેશ્વર) હોવાનું માલુમ પડયું હતું. તપાસમાં તેની પાસેની પીઠું બેગમાં વિદેશી દારૂની ૧૮૦ એમએલની ૪૬ બોટલ તેમજ ૩૭ પાઉચ મળી કુલ ૬૧,૦૦/-થી વધુની મત્તાનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. આમ, પ્રાથમિક પુછપરછમાં તેણે કબુલ્યું તેણે વિદેશી દારૂનો જથ્થો ખરીદી લાવી હતી.



