Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો સમયગાળો વધારાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કેબિનેટની બેઠકમાં મહિલાઓ માટેની નવી યોજના અંગે મોટો નિર્મય લેવાયો છે. બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, મંત્રીમંડળે મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન પુરા પાડવાની યોજનાને મંજુરી આપી છે.

તેમણે કહ્યું કે, ખેડૂતો ડ્રોનનો ઉપયોગ કૃષિમાં કરી શકે અને તેમને ભાડેથી ડ્રોન મળી રહે તે માટે 2023-24થી 2025-26 દરમિયાન પસંદ કરાયેલ 15000 મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન આપવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીમંડળે 2 વર્ષ માટે 15000 મહિલા સ્વસહાય જૂથો (SHG)ને ડ્રોન ઉપલબ્ધ કરાવવાની એક કેન્દ્રીય યોજનાને મંજૂરી આપી દીધી છે. સરકાર આ પ્રોજેક્ટ પાછળ 1261 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, યોજનાનો મુખ્ય હેતુ 2024થી 2026 દરમિયાન ડ્રોનનો કૃષિના ઉપયોગ કરવા માટે ખેડૂતોને ભાડે આપવાની સેવા પુરી પાડવા 15000 પસંદગી પામેલા મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન ઉપલબ્ધ કરાવવાની છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 1 જાન્યુઆરી 2024થી આગામી 5 વર્ષ માટે વધારવામાં આવી છે. અત્યોદય પરિવારોને મહિને 35 કિલો અનાજનું વિતરણ કરવામાં આવશે. આ યોજનાથી 81 કરોડથી વધુ લોકોને લાભ મળશે.

આ યોજના માટે આગામી 5 વર્ષમાં 11 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે. કોરોના મહામારી દરમિયાન આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ગત 5 વર્ષમાં લરભગ 13.50 કરોડ ભારતીય ગરીબી સ્તરથી ઉપર આવ્યા છે, જે મોદી સરકારની મોટી ઉપલબ્ધી છે.