Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વરસાદના સમયે પાક રક્ષણ માટે તકેદારીના પગલાઓ અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા જણાવાયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

હવામાન વિભાગ દ્વારા આગામી 3-4 દિવસ ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદી માહોલ રહે તેવી આગાહી કરી છે. ગુજરાતના બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેદ્રનગર અને બોટાદ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્વાભાવિક રીતે વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા પાકના રક્ષણ માટેના કેટલાક ઉચિત પગલાં લેવામાં આવતા હોય છે, તેમ છતાં ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા જણાવાયું છે.

વરસાદના સમયે પાક રક્ષણ માટે તકેદારીના પગલાઓ અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કમોસમી વરસાદમાં થતા પાક નુકશાનથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લામાં ન રાખવો અને જો પાક ખુલ્લામાં હોય તો સૌપ્રથમ તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડી લો અથવા તો પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો. આ ઉપરાંત ઢગલાની ફરતી બાજુ માટીનો પાળો બનાવી દેવો.

જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકી શકે. વરસાદના સમયે પાકમાં જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પણ સાવચેતીના પગલા ધ્યાને લઇ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉન કે બંધ જગ્યામાં સુરક્ષિત રાખવો. આ ઉપરાંત એપીએમસીમાં અનાજ અને ખેત પેદાશોને વરસાદથી સુરક્ષિત રાખવા તેમજ એપીએમસીમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી.

આમ, APMCમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરાસાવચતીનાપગલા લેવા ખેતી નિયામકની કચેરીએ અનુરોધ કર્યો છે. આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક,  જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક,  કેવીકેઅથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર–૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરી શકો છો.