Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વડોદરાનાં ખુરાનાં ગ્રુપ અને અમદાવાદમાં માધવ કન્સ્ટ્રકશન પર EDનાં દરોડા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાતમાં લાંબા સમય બાદ ઇન્કમ ટેક્સનું મેગા ઓપરેશન હાથ ધરાયું છે. જોકે આજે સવારથી અમદાવાદ અને વડોદરામાં ખુરાનાં ગ્રુપ તેમજ માધવ કન્સ્ટ્રકશન ઉપર ઇન્કમટેક્સની ટીમો ઉતરી પડી હતી. વડોદરાનાં ખુરાનાં ગ્રુપના અશોક ખુરાના સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સની તપાસ હાથ ધરાઇ હતી. અમદાવાદમાં માધવ કન્સ્ટ્રકશનના સુધીર ખુરાના, વિક્રમ ખુરાના અને આશિષ ખુરાનાને ત્યાં પણ ઇન્કમટેક્સની તવાઈ ઉતરી હતી. અમદાવાદ અને બરોડા મળી કુલ 27 જગ્યાએ દરોડા અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે. આ પહેલા વડોદરામાં વાયર બનાવતી આરઆર કાબેલ અને ઈ-બાઇક બનાવતી વોર્ડ વિઝાર્ડ સામે ઈનકમ ટેક્સ વિભાગે કાર્યવાહી કરી હતી.