મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં માંડલ ગામની સીમમાંથી પસાર થતાં સુરત ધુલિયા નેશનલ હાઈવે પર ઉભેલ ટેમ્પોની પાછળ બાઈક ઘુસી જતાં બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારણે સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, વ્યારાનાં વિરપુર ગામનાં ગામઠાણ ફળિયામાં રહેતા રાહિલભાઈ રાજુભાઈ ગામીત રવિવારનાં રોજ બપોરનાં સમયે બાઈક નંબર GJ/26/J/9483 ની લઈને માંડલ ગામની સીમમાંથી પસાર થતાં સુરત ધુલિયા નેશનલ હાઈવે પરથી પસાર થઇ રહ્યા હતા દરમિયાન માંડલ ટોલનાકાથી થોડા મીટરના દુરી પર કીકાકુઈ તરફ જતાં રોડ ઉપર સાઈડમાં ઉભેલ ટ્રક નંબર MH/21/X/6299ની પાછળ બાઈક અથડાઈ હતી,આ અકસ્માતમાં રાહિલભાઈને માથાનાં ભાગે તથા કપાળનાં ભાગે અને ડાબી આંખે ગંભીર ઈજા પહોંચતા સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે રાજુભાઈ રમણભાઈ ગામીતે સોનગઢ પોલીસ મથકે અકસ્માત અંગે જાણ કરતા પોલીસે બનાવ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



