એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ નર્મદામાં વિદેશ મંત્રીશ્રી અને રાજયસભાના સભ્યશ્રી ડો.એસ.જયશંકરે રૂ.૬૪.૦૦ લાખના ખર્ચે તેમના અનુંદાનમાંથી વર્ષ ૨૦૨૩-૨૪ બે મોબાઈલ હેલ્થ કેર યુનિટ (મેડીકલ વાન) મંજુર થતા નાંદોદ તાલુકાનાં લાછરસ પ્રાથમિક આરોગ્ય અને સાગબારાના કોલવાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે બે મોબાઈલ હેલ્થ કેર યુનિટ (મેડીકલ વાન) ખરીદવામાં આવી હતી.
જેનું જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા પંચાયત પ્રમુખ, નાંદોદ ધારાસભ્યએ લીલી ઝંડી આપી જિલ્લા કલેકટર કચેરી ખાતેથી મેડીકલ ઓફિસર, નાંદોદના લાછરસ પ્રા.આ.કેન્દ્ર અને મેડીકલ ઓફિસરશ્રી સાગબારાના કોલવાણ પ્રા.આ.કેન્દ્રને લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાની રાહબરીમાં નાગરિકોની સુખાકારી, આરોગ્ય લક્ષી સુવિધાઓને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ફાળવવામાં આવેલી નવી મોબાઈલ હેલ્થ કેર યુનિટ (મેડીકલ વાન) થી લોકોને ઘરઆંગણે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.
