Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

પાકિસ્તાનની જાણીતી ફિલ્મ અભિનેત્રી માહિરા ખાનનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પાકિસ્તાનની જાણીતી અભિનેત્રી માહિરા ખાનનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં માહિરા ખાન બ્લેક બુરખામાં જોવા મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માહિરા તેના મિત્રો અને કેટલાક નજીકના સંબંધીઓ સાથે પોતાની ઓળખ છુપાવીને બહાવલપુરના એક માર્કેટમાં ગઈ હતી અને તેણે પોતાના માટે ઘણી ખરીદી પણ કરી હતી.

મેકઅપ આર્ટિસ્ટ બાબર ઝહીરે માહિરા ખાનના ઘણા વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. એક વીડિયોમાં માહિરા ખાન ચલણી નોટોનો હાર પહેરેલી જોવા મળી રહી છે. અન્ય એક વીડિયોમાં માહિરા ખાન તેના મિત્રો સાથે ઓટો રિક્ષા ચલાવતી જોવા મળે છે. આ દરમિયાન માહિરા અને તેની સાથેના લોકો ‘બિલ્લો રાની, કહો તો અભી જાન દે દૂન’ ગીત ગાતા પણ જોવા મળે છે.

રિપોર્ટ્સ અનુસાર, માહિરા ખાન બુરખામાં માર્કેટ ગઈ હતી જેથી કરીને કોઈ ફેન્સ તેને ઓળખી ન શકે. તેણે બજારમાંથી બંગડીઓ પણ ખરીદી છે. માહિરાના આ વીડિયો પર ફેન્સ પણ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું, “તે લોકો જાણતા નથી કે તેઓ કોની સાથે વ્યવહાર કરી રહ્યા છે.” જ્યારે એક ચાહકે લખ્યું – “તમે અમારા શહેરમાં આવ્યા અને અમને મળ્યા પણ નહીં.”

થોડા દિવસો પહેલાની વાત હતી. માહિરા ખાને પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બહાવલપુરની ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે. એક તસવીરમાં માહિરા તે સમયે પણ બુરખો પહેરેલી જોવા મળી હતી. તે સમયે તેણે લખ્યું હતું – “મને બહાવલપુર શહેર સાથે પ્રેમ થઈ ગયો છે.”

તમને જણાવી દઈએ કે માહિરા ખાન પાકિસ્તાનની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તેણે બોલિવૂડમાં પણ કામ કર્યું છે. તેણે શાહરૂખ ખાન સ્ટારર હિન્દી ફિલ્મ રઈસમાં કામ કર્યું હતું. તે શાહરૂખની સામે જોવા મળી હતી. તે સમયે ચાહકોને તેનું કામ ઘણું પસંદ આવ્યું હતું.