સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આજે એટલે કે, શુક્રવારના રોજ મેચ રમવા પર ખતરો મંડરાય રહ્યો છે. આઈપીએલ 2024ની આ મેચને પાવર કટનો સામનો કરવો પડી શકે છે. ઉપ્પલ સ્ટેડિયમમાં વિજળી બિલ ન ભરવાના કારણે પાવર કટ કરવામાં આવ્યો છે. IPLમાં આજે, સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ની ટીમો હૈદરાબાદના ઉપ્પલ સ્ટેડિયમમાં એકબીજા સામે મેચ રમશે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) માટે અહીં રાહતના સમાચાર છે કે વીજળી વિભાગે વીજળી આપીને પોતાનું સન્માન બચાવ્યું, નહીંતર આજે મેચ દરમિયાન વીજળી ગુલ હોત તો મેચ પણ રદ્દ કરવાનો વાળો આવ્યો હોત. કારણ કે HCA એ ઘણા વર્ષોથી આ સ્ટેડિયમનું વીજળી બિલ ચૂકવ્યું નથી, જેની બાકી રકમ રૂપિયા 3 કરોડથી વધુ થઈ ગઈ છે.
અહીંની વીજળી સપ્લાય કરતી કંપની ડિસ્કોમે મેચ પહેલા સ્ટેડિયમની વીજળી કાપી નાખી હતી, જે મેચ પહેલા ફરીથી આપવામાં આવી છે. કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ HCA છેલ્લા 7 વર્ષથી વિજળીનું બીલ ભર્યું નથી, જેને લઈ ફેબ્રુઆરી મહિનામાં નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ તેમ છતાં બોર્ડ આના પર કોઈ ધ્યાન આપ્યું નહિ, જેને લઈ વિજળી કંપનીએ પાવર કટ કરવો પડ્યો હતો.આ પાવર કંપનીએ HCA સામે કોર્ટમાં પણ અરજી કરી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, HCA અધ્યક્ષના કાર્યાલયથી જાણકારી મળી રહી છે કે, મેચ પહેલા વીજળી વિભાગ વીજળી આપી છે. આ પહેલા પણ 3 કરોડ રૂપિયાથી વધુનું બિલ બાકી હોવાથી વીજળી વિભાગે અહીંનો વીજ પુરવઠો કાપી નાખ્યો હતો. વિજળી વિભાગે શા માટે વિજળી પુરવઠો ફરી શરૂ કર્યો છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.
