હાલ પ્રસિદ્ધ થયેલ ધોરણ-૧૦ના પરિણામમાં જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ વ્યારાના વિધાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ મેળવેલ છે. ધોરણ-૧૦નું બોર્ડનું પરિણામ ૮૨.૮૬ ટકા આવેલ છે જેમાં તાપી જિલ્લાનુ પરિણામ ૮૧.૩૫ ટકા છે જ્યારે જય અંબે શાળાનું પરિણામ ૧૦૦ ટકા આવેલ છે જેમાં પ્રથમ નંબરે ચૌધરી નિષ્ઠા ભુપેન્દ્રભાઇ ૯૬.૧૬ ટકા, બીજા નંબરે ચૌધરી નિષ્ઠાબેન ધનસુખભાઇ ૯૬ ટકા અને ત્રીજા નંબરે ગામીત શ્રેયા દિનેશભાઇએ ૯૫.૧૬ ટકા મેળવેલ છે.
જયારે ૧૩ વિધાર્થીઓએ A1 ગ્રેડ જ્યારે ૧૬ વિધાર્થીઓએ A2 ગ્રેડ મેળવેલ છે જેમાં અંગ્રેજી વિષયમાં ૩ ગણિતમાં ૧ અને સંસ્કૃતમાં ૧ વિધાર્થીએ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવેલ છે. શાળાનું ધોરણ-૧૦માં ૧૦૦ ટકા પરિણામ આવતા શાળામાં વિધાર્થીઓ અને શિક્ષકોમાં આનંદ છવાઈ ગયો હતો. શાળાના આચાર્યશ્રી નયનભાઇએ માધ્યમિક વિભાગના સૌ શિક્ષકોને અને વિધાર્થીઓને સુંદર પરિણામ બદલ અભિનંદન પાઠવ્યા હતા. શાળાના સંચાલક મંડળે સૌનો આભાર માની અભિનંદન પાઠવ્યા હતા.
