Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઈફકોમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી અને વાઈસ ચેરમેન તરીકે બલવીર સિંહની વરણી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આપણા દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોનાચેરમેન પદ પર દિલીપ સંઘાણીની નિમણૂક થઈ છે. દિલીપ સંઘાણીની બિનહરિફ વરણી થઈ છે. ચેરમેન તરીકેની દિલીપ સંઘાણીની આ બીજી ટર્મ હશે. દિલ્હી ખાતે ઇફ્કોના હેડક્વાટર ખાતે યોજાયેલ બેઠકમાં દિલીપ સંઘાણીની ચેરમેન પદે બિનહરીફ નિયુક્તિ કરવામાં આવી છે. ગઇકાલે જ IFFCOના ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં જયેશ રાદડિયાનો વિજય થયો છે.

ઈફકોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણીની અને વાઈસ ચેરમેન તરીકે બલવીર સિંહની બિનહરિફ નિયુક્તિ થઈ છે. 21 ડિરેકટરોની મળેલી બોર્ડ મીટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે તો બલવીરસિંહને વાઈસ ચેરમેન નિયુક્ત કરાયા છે. દિલીપસંઘાણી સતત બીજી વખત ઇફ્કોનાચેરમેન બન્યાં છે.