અક્સ્માત થયો ત્યારબાદથી પંત હજુ સુધી મેદાનમાં પરત ફર્યો નથી. ક્રિકેટના મેદાનમાં પરત ફરવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે ત્યારે વધુ એક ક્રિકેટરના અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. આ વખતે શ્રીલંકાનો પૂર્વ ક્રિકેટર લાહિર થિરિમાન કાર અકસ્માતનો શિકાર બન્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, 14 માર્ચના રોજ તેની કારનો ગંભીર અકસ્માત થયો છે. જેમાં તેની સાથે તેનો પરિવાર પણ હાજર હતો. જેમાં ક્રિકેટરને સામાન્ય ઈજા થઈ છે. તો પરિવાર સુરક્ષિત છે. આ ઘટના અનુરાધાપુરાના થિરાપન્ને વિસ્તારમાં એક ટ્રક સાથે કારનો અકસ્માત થયો છે. આ કારમાં ક્રિકેટર અને તેનો પરિવાર હતો. જેના ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.
લાહિરુ થિરિમાન લિજેન્ડ ક્રિકેટ ટ્રોફી 2024 રમી રહ્યો હતો. 11 માર્ચના રોજ ન્યુયોર્ક સ્ટ્રાઈકર્સ માટે 38 બોલ પર 90 રનની તોફાની ઈનિગ્સ રમી હતી. જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. આ એવોર્ડને થિરિમાને પોતાના પરિવારને સમર્પિત કર્યો છે. ત્યારબાદ તે 13 માર્ચના રોજ પલ્લેકેલમાં લીજે્ડસ ક્રિકેટ ટ્રોફીમાં ન્યુયોર્ક સ્ટ્રાઈકર્સ માટે રમ્યો હતો. 14 માર્ચના રોજ તેનો અનુરાધાપુરાના થ્રિપાનમાં અકસ્માત થયા બાદ તે હોસ્પિટલમાં દાખલ છે.
કહેવામાં આવી રહ્યું છે કે, લાહિરુ થિરિમાન પોતાના પરિવાર સાથે મંદિર જઈ રહ્યો હતો. તે દરમિયાન તેના પરિવારને આ અકસ્માત નડ્યો છે. લાહિરુ થિરિમાનના કાર અકસ્માત જોઈને ક્રિકેટ ચાહકોને ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની યાદ આવી ગઈ. પંતને 30 ડિસેમ્બર, 2022ના રોજ કાર અકસ્માત થયો હતો, જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. આ પછી તેણે સર્જરી પણ કરાવી અને સ્ટારને ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થવું પડ્યું.
