Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બોલીવુડમાં થશે ‘નાયક’ની રિ-એન્ટ્રી, ફિલ્મ નિર્માતાએ આપ્યા સંકેતો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વર્ષ 2001માં આવેલી આવેલી ફિલ્મ ‘નાયક’ જેમાં અનિલ કપૂર-રાની મુખર્જીની જોડીને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મની સ્ટોરી અને અનિલ કપૂરની એક્ટિંગને લોકોએ ખૂબજ પસંદ કરી હતી. આ બન્ને ઉપરાંત ફિલ્મમાં અમરીશ પુરી અને પૂજા બત્રા પણ હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ સફળ સાબિત થઈ હતી. હવે ‘નાયક’ ફિલ્મના નિર્માતા દીપક મુકુટે આ ફિલ્મ ના સીક્વલ બાબતે અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું છે કે ફિલ્મનીસ્ટોરી જ્યાં પુરી થઈ હતી તેનો બીજો ભાગ ત્યાંથી જ શરૂ થશે.

તેમણે લાંબા સમય પહેલા જ આ ફિલ્મના સીક્વલના રાઈટ્સ પણ ખરીદી લીધા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, જો બધુ નિર્માતા અને દિગ્દર્શક દ્વારા બનાવવામાં આવેલ પ્લાનના હિસાબથી ચાલ્યું તો ‘નાયક 2’માં અનિલ અને રાની મુખર્જીની જોડી ફરી એક વાર સાથે જોવા મળશે. આ બનેન્ના કલાકારોના પાત્રને ધ્યાનમાં રાખીને જ સીક્વલની સ્ક્રિપ્ટ પણ લખવામાં આવી રહી છેપરંતુ ફિલ્મ ના સીક્વલમાં બીજા કયા ફિલ્મી સિતારાઓ નો સમાવેશ કરવામાં આવશે તે બાબતે હજી સીધી કોઈજ માહિતી નથી.