Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

લાંચિયા અધિકારીને કમિશન પેટે બે લાખ લેવા જવા ભારે પડયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મોરબી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના બહુ ચર્ચિત આસિસ્ટન્ટ ઈજનેર લાંચના છટકામાં સપડાઈ ગયા છે, રોડના કામના બિલ મંજુર કરવા બદલ કમિશન પેટે બે લાખ લેવા જતા હાલમાં લોકઅપની હવા ખાવાનો વારો આવ્યો છે.

મોરબી જિલ્લા પંચાયતમા આસિસ્ટન્ટ એન્જીનિયર, માર્ગ અને મકાન પેટા વિભાગ હળવદ મોરબી. વર્ગ – 3મા ફરજ બજાવતા ઉમંગભાઇ ચૌધરી ગઈકાલે પી.એમ.આંગડિયા પેઢી, મોરબીના કર્મચારી પાસેથી રૂપિયા બે લાખની લાંચ લેવા જતા એસીબીના છટકામાં આવી ગયા હતા. જેમાં ગુજરાત કન્ટ્રકશન કંપનીમાં પેટા કોન્ટ્રાક્ટ રાખી મોરબી જિ. પં. હસ્તક PMGSY યોજનાના માળિયા મિયાણા તાલુકાના રાંસંગપર સ્ટેટ હાઇવેથી રાંસંગપર, નવાગામ, મેધપર, દેરાળાથી મહેન્દ્રગઢ ગામ પાસે પીપળીયા ડબલપટ્ટી રોડ સુધીનું 19.6 કિ.મી.નુ ડામર રોડનું કામ કરતા હોય જે કામના રૂ. ત્રણ કરોડ 40લાખનુ બીલ મંજૂર થવા મોકલતા જે મંજૂર કરવા આરોપીએ બે લાખની લાંચ માંગતાં મોરબી એસીબીએ લાંચના છટકામાં પકડી પાડતા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આસિસ્ટન્ટ એન્જિનિયરે ફરિયાદીને લાંચની રકમ આંગડીયું કરી રૂ.બે લાખ મોડાસા મોકલવા જણાવેલ જેથી ફરીયાદીએ એસીબી સાથે મોરબીના આંગડીયા પેઢીથી આરોપીએ કહ્યા મુજબ રકમ પી.એમ.આંગડીયા પેઢીમાં મોકલતા એસીબી પોલીસે ઇજેનર સામે ગુનો નોંધી આરોપીને પકડવા કાર્યવાહી કરી હતી.