મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના વૃંદાવાડીમાંથી જાહેરમાં પૈસા પાનાવતી પૈસાની હારજીતનો જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફના માણસોને શનિવારના રોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારાના વૃંદાવાડીમા રાજેશભાઈ અશોકભાઈ બુંદેલાના ઘર સામે ગલીમાં જાહેરમાં ત્રણ ઈસમો ગંજી પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમે છે.
જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ પહોંચતા ત્યાં દુરથી જોતા ત્રણ ઈસમો ગોળ કુંડાળું કરી જુગાર રમતા હોય જેથી જુગારીઓને કોર્ડન કરી જે તે સ્થિતિમા જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસે ત્રણેય જુગારીઓની અંગ ઝડતીના રોકડા રૂપિયા તથા દાવ ઉપરના રૂપિયા તેમજ ગંજીપાનાનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય જુગારીઓ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર રમતા ઝડપાયેલ ત્રણ જુગારીઓ…
1.નવાઝખાન અલીખાન પઠાણ (રહે.માલીવાડ, મુસ્લિમ સ્ટ્રીટ વ્યારા, વ્યારા),
2.રાજેશ અશોકભાઈ બુંદેલા (રહે.વૃંદાવાડી, ઉનાઈ નાકા પાસે, વ્યારા) અને
3.સંજય ઝવેરભાઈ રાણા (રહે.ગોલવાડ, વ્યારા).




