Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સામાન્ય લોકોને AIથી ફાયદો થશે : ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં 5 વર્ષ માટે ઈન્ડિયા એઆઈ મિશનને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે એઆઈ મિશનને મંજૂરી મળવા પર આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વડાપ્રધાન મોદીએ ટેક્નોલોજીનું લોકશાહીકરણ કર્યુ છે. તેમને સામાન્ય લોકો સુધી ટેક્નોલોજીને પહોંચાડી તેમના જીવનને સરળ બનાવવાનું કામ કર્યુ છે.

મંત્રીએ કહ્યું કે એઆઈ મિશનની સાથે તે ઈનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ, વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને કમ્પ્યુટિંગ પાવર ઉપલબ્ધ કરાવશે. સરકારે 10,372 કરોડ રૂપિયાના ખર્ચની સાથે ઈન્ડિયા એઆઈ મિશનને મંજૂરી આપી છે. તેની જાણકારી કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ આપી. તેમને કહ્યું કે કેન્દ્રના આ પગલાથી દેશમાં એઆઈ વિકાસને પ્રોત્સાહન મળશે.

પીયૂષ ગોયલે કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળે 10,372 કરોડ રૂપિયાના ખર્ચની સાથે એક મહત્વકાંક્ષી એઆઈ મિશનને મંજૂરી આપી છે. તેનાથી એઆઈ વિસ્તારમાં રિસર્ચને પ્રોત્સાહન મળશે. આ મિશન ડિજિટલ ઈન્ડિયા કોર્પોરેશન (DIC) હેઠળ ઈન્ડિયા AI સ્વતંત્ર બિઝનેસ ડિવિઝન (IBD) દ્વારા લાગુ કરવામાં આવશે.

તેમને કહ્યું કે આ બજેટનો ઉપયોગ સાર્વજનિક-ખાનગી ભાગીદારીમાં ઉચ્ચ સ્તરીય AI વાતાવરણ બનાવવા માટે ઉપયોગમાં લેવાશે. ગોયલે કહ્યું કે તેના માટે 10,000થી વધુ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યૂનિટવાળી સુપરકમ્પ્યુટિંગ ક્ષમતા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે જ સ્ટાર્ટઅપ, શિક્ષણ જગત, રિસર્ચર અને ઉદ્યોગોને ઈન્ડિયા એઆઈ મિશન હેઠળ સ્થાપિત એઆઈ સુપરકોમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઍક્સેસ પ્રદાન કરવામાં આવશે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!