મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો આજરોજ નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, નિઝર પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં છેલ્લાં 2 વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી વિક્કી રવિ ઉર્ફે રવીન્દ્ર શિંદે (રહે.શિમ્પી ગલ્લી ખાપર, તા.અક્ક્લકુવા, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)નાને અક્ક્લકુવા ખાતેથી ઝડપી પાડ્યી હતો તેમજ વધુ કાર્યવાહી માટે નિઝર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.




