દક્ષિણ ગુજરાતના રાજકારણમાં મહત્વની ગણાતી બારડોલી લોકસભા બેઠકના કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીએ આજરોજ વ્યારા નગરમાં રેલી યોજી જિલ્લા સેવાસદન ખાતે પહોંચી ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી.
વ્યારાના મિશન નાકા ખાતે કોંગ્રેસ દ્વારા એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના પરંપરાગત નૃત્ય સાથે સિદ્ધાર્થ ચૌધરીએ પોતાના કાર્યકરો અને સમર્થકો સાથે નામાંકનપત્ર ભરી જિલ્લા કલેક્ટર અને ચુંટણી અધિકારીને સુપ્રત કર્યું હતું.
વ્યારાના બિરસામુંડા સર્કલ મિશનનાકા ખાતેથી ડીજેના તાલ સાથે શક્તિ પ્રદર્શન કરી કલેક્ટર કચેરી પહોંચ્યા હતાં અને ઉમેદવારી નોંધાવી હતી.કોંગ્રેસના નેશનલ સેક્રેટરી ઉષા નાયડુ,કાર્યકરો,જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતાં.




