અમદાવાદના ડીઇઓ (ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર)એઆદેશ આપ્યો છે કે ઓઢવનીઆદર્શ સ્કૂલ સામેની તપાસમાં શિક્ષકને ખોટી રીતે હાંકી કાઢવાનું ષડયંત્ર હોવાનું સાબિત થયું છે તેથી સ્કૂલની 25 ટકા ગ્રાન્ટ કાપવામાં આવે અને આ ઉપરાંત ડીઇઓ સ્કૂલ વહીવટ સરકાર હસ્તક લેવાનો પત્ર પણ કમિશ્નરનેસુપ્રદ કરવામાં આવશે. અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીના જણાવ્યા મુજબ ઓઢવની આદર્શ સ્કૂલે શિક્ષકને ખોટી રીતે કાઢી મૂક્યાની ફરિયાદ મળી હતી. આ કિસ્સાની તપાસ કરવામાં આવતા તેની સાથે-સાથે સ્કૂલના કામકાજમાં પણ અનેક પ્રકારની અનિયમિતતા જોવા મળી હતી. તેની સાથે સ્કૂલનો વહીવટ સંપૂર્ણપણે સરકાર હસ્તક લઈ લેવા અને 100 ટકા ગ્રાન્ટેડ સ્કૂલ બનાવવા પણ સ્કૂલ કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે.




