Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઉત્તરપ્રદેશમાં સેપ્ટિક ટાંકીની સફાઈ દરમિયાન 4 લોકોનાં મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે જેમાં મુગલસરાઈ વિસ્તારમાં સેપ્ટિક ટાંકીની સફાઈ દરમિયાન 4 લોકોના કરુણ મોત નિપજ્યાં હતા. સેપ્ટિક ટેન્કની અંદરથી નીકળતા ઝેરી ગેસને કારણે આ મોત થયા છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ કામદારો જે સેપ્ટિક ટાંકીને સાફ કરવા ગયા હતા તે લગભગ 15 વર્ષ જૂની હતી. અકસ્માતમાં એક સાથે 4 લોકોના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.

પોલીસે જણાવ્યા મુજબ મુગલસરાય વિસ્તારના કાલીમહાલ વિસ્તારમાં બુધવારે રાત્રે ભરતલાલ જયસ્વાલ નામનો વ્યક્તિ પોતાના ઘરની સેપ્ટિક ટાંકી સાફ કરાવી રહ્યો હતો. જો કે, તે જ સમયે ટાંકીમાંથી ઝેરી ગેસ નિકળતા કાલીમહેલના રહેવાસી ત્રણ સફાઈ કામદાર વિનોદ રાવત, કુંદન અને લોહા બેભાન થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, ભરત લાલના પુત્રએ આ સફાઈ કામદારોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પણ ઝેરી ગેસના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં તમામને બેભાન અવસ્થામાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ સારવાર દરમિયાન તમામના મોત નીપજ્યા હતા.

આ દુ:ખદ ઘટના સામે આવ્યા બાદ આ વિસ્તારના એસડીએમ વિરાજ પાંડેએ મૃતકોના પરિવારજનોને વળતર આપવાની વાત કરી છે. એસડીએમએ કહ્યું કે ભરત જયસ્વાલના ઘરે ગટરની સફાઈ ચાલી રહી હતી. જેમાં ત્રણ મજૂરો અને મકાન માલિકના પુત્રનું મોત થયું છે. જિલ્લા વહીવટીતંત્ર દરેક મૃતકને 4 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપશે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ચંદૌલીમાં થયેલા આ દુ:ખદ અકસ્માતની નોંધ લીધી હતી. સીએમ યોગીએ દુર્ઘટનાથી પ્રભાવિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે, મુખ્યમંત્રીએ અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે સ્થળ પર પહોંચવા અને અહીં રાહતના પગલાં ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!