Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મુંબઈના રામ મંદિર વિસ્તારની કૉમ્પલેક્સમાં ભીષણ આગ લાગતાં ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મુંબઈનાં રામ મંદિર વિસ્તારમાં આસમી ઈન્ડસ્ટ્રીયલ કૉમ્પલેક્સમાં ભીષણ આગ લાગી છે. અહીં સિલિન્ડરમાં પણ સતત થતા બ્લાસ્ટના અવાજો દૂર દૂર સુધી સંભળાઈ રહ્યા છે. ઘટના સ્થળે 10 ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ છે. સુરક્ષાને ધ્યાને રાખી ઘટના સ્થળ નજીકનો બ્રિજ બંધ કરી દેવાયો છે. કોમ્પલેક્સમાં ડીઝલ ગોડાઉન અને સ્ક્રેમ મટિરિયલની દુકાનો હોવાથી તેમજ સિલિન્ડરોમાં પણ બ્લાસ્ટ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સિલિન્ડર બ્લાસ્ટનો અવાજ એટલો ભયંકર છે કે, દૂર દૂર સુધી અવાજ સંભળાઈ રહ્યા છે.

સુરક્ષાના કારણોસર ઘટના સ્થળની પાસેના રામ મંદિર બ્રિજને પણ બંધ કરી દેવાયો છે. હાલ સ્થળ પર પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડની 10 ગાડીઓ પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભીષણ આગ અને સિલિન્ડર બ્લાસ્ટના કારણે ઘટના સ્થળની પાસેના રામ મંદિર પુલને બંધ કરાયો છે. આ પુલ મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને એસવી રોડ સાથે કનેક્ટ છે, તેથી અહીં વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. આગ કયા કારણોસર લાગી, તેની માહિતી હજુ સામે આવી નથી. થોડા સમય પહેલા ગોરેગાવના એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં પણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે.