યુવાઓને મતદાનના વિશેષ અધિકાર વિષે જાગૃત કરવાના હેતુસર નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા ઓલપાડ તાલુકાના અણીતા ગામ સ્થિત વિદ્યાદીપ યુનિવર્સિટી ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુવા વિદ્યાથીઓને જવાબદાર નાગરિક તરીકે મતદાનમાં ભાગ લઈ લોકશાહીમાં જનભાગીદારી નોંધાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં યુવાઓને વિડીયો મારફતે ઈવીએમ મશીનની જાણકારી આપવામાં આવી હતી. સાથે જ નવા મતદાતાઓને વોટીંગ પ્રક્રિયાથી અવગત કરી લોકશાહીમાં તેઓની મહત્વની ભૂમિકા વિષે સમજ આપી હતી. યુવા વિદ્યાર્થીઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન અને મતદાન કાર્ડમાં સુધારણા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ ફરજિયાત મતદાન કરવાનું આહ્વાન કરાયું હતું.
