સુપ્રીમ કોર્ટે બળાત્કાર પીડિતાના ગર્ભપાત મામલે એક ખુબજ મહત્વનો ચુકાદો આપ્યો છે કે સગીર બળાત્કાર પીડિતાનો ગર્ભપાત થશે. દેશની સર્વોચકોર્ટે સગીર પીડિતાને30મા સપ્તાહમાં ગર્ભપાત કરાવવાની પરવાનગી આપી છે. કોર્ટે કહ્યું કે આ બળાત્કારનો મામલો છે અને પીડિતા14 વર્ષની છે. આ અસાધારણ કેસને ધ્યાનમાં રાખીને, ગર્ભપાતની મંજૂરી છે. સી. જે. આઈ ડી. વાયચંદ્રચુડની બેન્ચે હોસ્પિટલનો મેડિકલ રિપોર્ટ જોયા બાદ આ નિર્ણય આપ્યો છે. મુંબઈની હોસ્પિટલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સગીરનો ગર્ભપાત કરાવવો જોઈએ. વાસ્તવમાં મહારાષ્ટ્રની14 વર્ષની રેપ પીડિતાએસુપ્રીમ કોર્ટ પાસે ગર્ભપાતની પરવાનગી માગી હતી. કોર્ટે શુક્રવારે 19 એપ્રિલે સાંજે 4.30 કલાકે આ મામલે તાકીદની સુનાવણી હાથ ધરી હતી.
સુપ્રીમ કોર્ટે પીડિતાની મેડિકલ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. પીડિતાનેમહારાષ્ટ્રની એક હોસ્પિટલમાં તબીબી તપાસ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેથી તે સ્પષ્ટ થઈ શકે કે ગર્ભપાતની શારીરિક અને માનસિક રીતે સગીર પર શું અસર પડશે. સી. જે. આઈ ડી. વાયચંદ્રચુડ અને જસ્ટિસ જે. બી પારડીવાલાની બેન્ચે આ મામલે વિશેષ સુનાવણી કરી હતી. આ મામલે બેન્ચને મદદ કરવા માટે ASG ઐશ્વર્યાભાટી પણ હાજર હતા. સગીરની માતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં બોમ્બે હાઈકોર્ટના4 એપ્રિલ, 2024ના આદેશનેપડકારવામાં આવ્યો હતો. જેમાં બોમ્બે હાઈકોર્ટે સગીરને ગર્ભપાતની પરવાનગી આપી ન હતી. આ કેસમાં આઈપીસીની કલમ 376 અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.




