મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડમાં એક હોર્ડિંગ તૂટીને પડવાની ઘટના બની હતી, જેના કારણે અનેક વાહનોને નુકસાન થયું છે. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓનું કહેવું છે કે, ક્રેનની મદદથી હોર્ડિંગ હટાવીને નીચે દટાયેલા વાહનોને બહાર કાઢવામાં આવશે. મહારાષ્ટ્રમાં એક અઠવાડિયામાં હોર્ડિંગ પડવાની આ બીજી ઘટના છે. આ પહેલા મુંબઈમાં હોર્ડિંગ્સ પડવાથી અનેક લોકોના મોત થયા હતા. પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસર મનોજ લોંકરે જણાવ્યું કે, “સાંજે 4.30 વાગ્યાની આસપાસ અહીં એક હોર્ડિંગ પડી ગયું. જોકે ઘટનામાં કોઈનું મૃત્યુ થયું નથી. અમે ક્રેનની મદદથી હોર્ડિંગને હટાવીશું અને તેની નીચે ફસાયેલા વાહનોને બહાર કાઢીશું.”




