જીલ્લા રોજગાર વિનિમય કચેરી/મોડલ કેરિયર સેન્ટર ગાંધીનગર દ્વારા તા.૦૭/૦૨/૨૦૨૪ અને તા.૦૮/૦૨/૨૦૨૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ટેક મહિન્દ્રા લીમીટેડ,૧૯મા માળે, કયુસી બિલ્ડીંગ,ગીફ્ટ સીટી, ગાંધીનગર ખાતે CSA (કસ્ટમર સપોર્ટ એસોસિએટ)ની ભરતી માટે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે. રોજગાર વાંચ્છુક યુવાનો વિવિધ રોજગારીની તકોથી વંચિત ન રહે તથા નોકરીદાતાઓને કુશળ માનવબળ પ્રાપ્ત થઇ શકે તે હેતુસર જીલ્લા રોજગાર વિનિમય કચેરી,ગાંધીનગર દ્વારા આયોજીત રોજગાર ભરતીમેળામાં રોજગારવાન્છું ઉમેદવારોને બાયોડેટાની નકલ સાથે રૂબરૂ ભાગ લેવા જિલ્લા રોજગાર કચેરી ગાંધીનગર દ્વારા જણાવવામાં આવેલ છે.




