વુમન્સ પ્રીમિયર લીગ 2024માં શાનદાર રમત જોવા મળી રહી છે. શાનદાર બેટિંગ અને બોલિંગની સાથે સાથે દરેક મેચમાં શાનદાર ફિલ્ડિંગ જોવા મળી રહી છે. આવું જ કંઈક 11મી મેચમાં થયું, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સ બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું. આ મેચમાં બેંગ્લોરે યુપી વોરિયર્સને 23 રને હરાવ્યું હતું. જો કે, આ મેચ દરમિયાન કંઈક એવું બન્યું જેના કારણે હવે મોટો વિવાદ સર્જાયો છે. યુપી વોરિયર્સની ઈનિંગની 7મી ઓવરમાં ડાબોડી બેટ્સમેન અટાપટ્ટુને એલબીડબ્લ્યુ આઉટ કરવામાં આવી હતી. અટાપટ્ટુએ જ્યોર્જિયા વેરહેમના બોલને સ્વીપ કરવાનો પ્રયાસ કર્યો અને તે બોલ ચૂકી ગઈ અને બોલ પેડમાં લાગ્યો. જે બાદ વિકેટ માટે અપીલ કરવામાં આવી, બાદમાં થર્ડ અમ્પાયર રિવ્યુ લેવામાં આવ્યો અને પછી જે થયું તેના પર કોઈ વિશ્વાસ કરી શક્યું નહીં.
જે બોલ પર અટાપટ્ટુને આઉટ આપવામાં આવ્યો હતો તે લેગ સ્પિન બોલ હતો. આવી સ્થિતિમાં ડાબા હાથના અટાપટ્ટુ માટે બોલ કાં તો અંદરની તરફ આવવો જોઈએ અથવા સીધો આવવો જોઈએ. પરંતુ હોક આઈ પ્રોજેક્શનમાં બોલ અંદરની તરફ વળ્યો હતો અને તેને ગુગલી જાહેર કરવામાં આવ્યો હતો. આ જોઈને બધા ચોંકી ગયા અને આકાશ ચોપરાએ સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવ્યો.
આકાશ ચોપરાએ ટ્વિટ કરીને લખ્યું, ‘આ લેગ સ્પિનર બોલ છે. બોલ બેટ્સમેનના પગની એકદમ નજીક પડ્યો હતો. હોક આઈ પ્રોજેક્શને તેને એક સીધી અને ગુગલી તરીકે લીધી અને તેને મિડમાં ટચ થતું બતાવ્યું. મને આ બાબતે હોક આઈ તરફથી જવાબ જોઈએ છે. જો રૂટ સાથે પણ આવું જ થયું છે. આપને જણાવી દઈએ કે હોક આઈ ટેક્નોલોજી પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ ટેક્નોલોજી દ્વારા પિચ મેપ, બોલ સ્પીડ, બોલ ટ્રેજેક્ટરી અને બાઉન્સ જાહેર થાય છે. તેને વેગન વ્હીલ પણ કહે છે. પરંતુ આટલી મોંઘી ટેક્નોલોજી હોવા છતાં તેના પર સવાલો ઉઠી રહ્યા છે.
