સ્મૃતિ મંધાનાની આગેવાનીવાળી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ડબલ્યુપીએલ 2024ના ખિતાબ પર કબજો કર્યો છે. આરસીબીની ફાઈનલ મેચ દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવી ચેમ્પિયન બની છે. આ સાથે બેંગ્લોરની ફ્રેન્ચાઈઝીની ટ્રોફીના દુકાળનો અંત કર્યો છે. છેલ્લા 16 વર્ષથી આરસીબી આ એક ટ્રોફી માટે રાહ જોઈ રહ્યું હતુ. 16 વર્ષમાં જે કામ પુરુષની ટીમ ન કરી શકી તે કામ આરસીબીની મહિલા ટીમે કરી બતાવ્યું હતુ. આ જીત સાથે ટીમ પર પૈસાનો વરસાદ થયો છે.તો હારીને પણ દિલ્હીની દિકરીઓ કરોડો પૈસા કમાય ચૂકી છે.
WPL 2024 પૂર્ણ થયા બાદ ફરી એક વખત પાકિસ્તાનના ધજાગરા ઉડ્યા છે કારણ કે, ભારતમાં દિકરીઓ તેની પીએસએલ લીગથી વધુ પૈસા કમાય ચુકી છે. પાકિસ્તાન સુપર લીગની પ્રાઈઝ મની આઈપીએલ તો છોડો ભારતની મહિલા લીગથી પણ ઓછી છે. મહિલા આરસીબીની ટીમે 2024નો ખિતાબ જીતી 6 કરોડ રુપિયાની કમાણી કરી છે. આ સીઝનમાં રનર અપ દિલ્હી કેપિટ્લસની ટીમને 3 કરોડ રુપિયાનું ઈનામ મળ્યું છે. તો પાકિસ્તાન સુપર લીગની વિજેતા ટીમને 3.5 કરોડ રુપિયા મળે છે. આજે એટલે કે, 18 માર્ચના રોજ પાકિસ્તાન સુપર લીગની મેચ છે. મુલ્તાન સુલ્તાન અને ઈસ્લામાબાદ યુનાઈટેડ વચ્ચે ફાઈનલ મેચ રમાશે. રનર અપને 1.4 કરોડ રુપિયા મળશે.
