ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ આધારિત ઘટનાઓમાં 11 લોકોનાં મોત થયા છે તેમ રાહત વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે. રાહત વિભાગના જણાવ્યા અનુસાર મૃતકોમાં પાંચ લોકોનાં મોત ડૂબી જવાથી થયા હતાં જ્યારે અન્ય પાંચ લોકોનાં મોત વીજળી પડવાને કારણે થયા હતાં. ગાઝીપુર જિલ્લામાં એક વ્યકિતનું મોત સાપ કરડવાને કારણે થયું હતું. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ ૭.૩ મિમી વરસાદ નોંધવામાં આવ્યું છે.
રાહત વિભાગ અનુસાર આ સમયગાળામાં 75 જિલ્લાઓમાંથી 19માં વધારે વરસાદ નોંધવામાં આવ્યો છે. હમીરપુર જિલ્લામાં સૌથી વધારે 163.2 1 મિમી વરસાદ નોંધવામાં આવ્યો હતો. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ ધામના પગપાળા માર્ગ પર રવિવાર સવારે પર્વત પરથી થયેલા ભૂસ્ખલનને કારણે ત્રણ લોકોનાં મોત થયા છે અને અન્ય કેટલાક ઘાયલ થયા છે. રુદ્રપ્રયાગના ડિસ્ટ્રિકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસરે જણાવ્યું હતું કે, અકસ્માત સવારે 7.30 કલાકે એ સમયે સર્જાયો જ્યારે પર્વત પરથી પથ્થર અને માટી નીચે પડવા લાગી હતી. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો અંદે ગુઃખ વ્યક્ત કર્યુ છે.
