વ્યારાનાં તાડકુવા ખાતેની સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરમાં તારીખ 22મી જુલાઈ 2024નાં રોજ ‘ગુરુ પૂર્ણિમા;ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષક સ્ટાફે ‘માં સરસ્વતી’ અને ‘ગુરુ ડૉ.હેનેમન’ને પુષ્પાંજલિ અર્પણ કરીને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી.
આ કાર્યક્રમમાં ચોથા વર્ષ BHMSનાં વિદ્યાર્થીઓ ભાનુચંદ્ર ઠાકુર અને તિશા રોહિત દ્વારા ગુરુનાં મહત્વ પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ડો.જ્યોતિ રાવ અને ડો.ભાવિન મોદી દ્વારા પણ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ BHMSનાં ચોથા વર્ષની વિદ્યાર્થીની જીજ્ઞાસા આહીરે દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓએ તમામ ફેકલ્ટીનું ફૂલહાર અને કેક કાપીને સન્માન પણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંકલન પ્રિન્સીપાલ ડો.જ્યોતિ રાવનાં માર્ગદર્શન હેઠળ ચોથા વર્ષ BHMSનાં વિદ્યાર્થીઓ અને પ્રવૃત્તિ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
