Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બજેટમાં BSNL અને MTNL સહિત ટેલિકોમ્યુનિકેશન વિભાગનાં કર્મચારીઓનાં પેન્શન લાભો માટે રૂ.17,510 કરોડ ફાળવવાનો પ્રસ્તાવ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. સરકારે ટેલિકોમ મંત્રાલય હેઠળના ટેલિકોમ પ્રોજેક્ટ્સ અને જાહેર ક્ષેત્રની કંપનીઓ માટે રૂ.1.28 લાખ કરોડની ફાળવણીનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાંથી મોટાભાગની રકમ જાહેર ક્ષેત્રની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) માટે ફાળવવામાં આવી છે. કુલ પ્રસ્તાપિત ફાળવણીમાંથી રૂ.1 લાખ કરોડથી વધુ BSNL અને MTNL સંબંધિત ખર્ચ માટે વાપરવામા આવશે. જેમાં BSNLમાં ટેક્નોલોજી અપગ્રેડેશન અને રિસ્ટ્રક્ચરિંગ માટે રૂ.82,916 કરોડના રોકાણનો પણ સમાવેશ થાય છે. બજેટ મુજબ ‘બજેટ અંદાજ 2024-25માં આ માંગ માટે કુલ ચોખ્ખી રૂ.1,28,915.43 કરોડ ફાળવવામાં આવ્યા છે.

17000 કરોડ રૂપિયા વધારેની જોગવાઈ ‘યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ’ હેઠળ ઉપલબ્ધ બેલેન્સમાંથી પૂરી કરવામાં આવે છે અને તેનો ઉપયોગ ટેલિકોમ સેવા પ્રદાતાઓને વળતર, ભારતનેટ અને સંશોધન અને વિકાસ જેવી યોજનાઓ માટે કરવામાં આવશે.’ બજેટમાં BSNL અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL) સહિત ટેલિકોમ્યુનિકેશન વિભાગના કર્મચારીઓના પેન્શન લાભો માટે રૂ.17,510 કરોડ ફાળવવાનો પ્રસ્તાવ છે. સરકારે એમટીએનએલ બોન્ડની મૂળ રકમની ચુકવણી માટે રૂ.3,668.97 કરોડ ફાળવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

બજેટમાં ટેક્નોલોજી ડેવલપમેન્ટ અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે રૂ.34.46 કરોડ, ચેમ્પિયન સર્વિસ સેક્ટર સ્કીમ માટે રૂ.70 કરોડ અને ઉત્પાદન સાથે જોડાયેલી (PLI) સ્કીને પ્રોત્સાહન માટે રૂ.1,806.34 કરોડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત સરકારે સ્થાનિક ટેલિકોમ સાધનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય બજેટ 2024-25માં મધરબોર્ડ્સ (પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ) પરની આયાત ડ્યૂટીમાં પાંચ ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ કર્યો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, કે, ‘હું ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ટેલિકોમ સાધનોના PCBA (પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલી) પર BCD (મૂળ કસ્ટમ્સ ડ્યુટી)ને 10 ટકાથી વધારીને 15 ટકા કરવાનો પ્રસ્તાવ મુકુ છું. ટેલિકોમ PCB મેન્યુફેક્ચરિંગ માટે મૂળ કસ્ટમ ડ્યુટીમાં વધારો, કોમ્યુનિકેશન સાધનોના ઉત્પાદનમાં વપરાતા કેટલાક ખનિજો મુક્તિ સાથે આવે છે. નાણામંત્રીએ 25 ખનિજો જેવા કે, લિથિયમ, કોપર, કોબાલ્ટ અને રેર અર્થ એલિમેન્ટ્સ જેવાને કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાનો દરખાસ્ત કરી છે. આ ખનિજો પરમાણુ ઉર્જા, રિન્યુએબલ એનર્જી, સ્પેસ, ડિફેન્સ, ટેલિકોમ્યુનિકેશન અને હાઇ-ટેક ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ છે. આમાંથી બે પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાં ઓછી કરવામા આવશે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!