તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

રાજકોટનાં ઉપલેટા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદનાં કારણે રસ્તાઓ પર નદી જેવો માહોલ જોવા મળ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાનાં ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે લાઠ ગામમાં બે કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ધોરાજી સહિત ગ્રામ્ય પંથકમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ઉપલેટાના લાઠ, ભીમોરા અને મજેઠીનો કોઝવે ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થયો છે.

જેને લઈને ગ્રામ્ય વિસ્તાર તરફ જતો રસ્તો બંધ થયો છે. જ્યારે ઉપલેટાના ઝીકરિયા ચોક, નટવર રોડ, કટલેરી બજારની દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી. હવામાન વિભાગ અનુસાર, આજે સવારે 8થી 10 વાગ્યા દરમિયાન કુલ 94 તાલુકામાં વરસાદ નોંધાઈ છે. જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે જ કુલ 15 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

રાજ્યમાં સૌષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી, ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં આજે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓમાં રેલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જુનાગઢ, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટને પગલે ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.