તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૨૦૨૩ની બેચના ૮ પ્રોબેશનરી IAS મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૨૦૨૩ની બેચના ૮ પ્રોબેશનરી IAS અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી. આ ૮ અધિકારીઓમાં ૭ મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમણે સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન-સ્પીપા માંથી ઇન્સ્ટિટ્યૂશનલ ટ્રેનિંગ પૂર્ણ કરી છે. આ પ્રોબેશનરી અધિકારીઓની રાજ્યના બનાસકાંઠા, ભાવનગર, કચ્છ, પંચમહાલ અને વલસાડ તથા નર્મદા તેમજ નવસારી જિલ્લાઓમાં ફિલ્ડ તાલીમ માટે સુપર ન્યુમરી આસિસ્‍ટન્‍ટ કલેક્ટર તરીકે ફાળવણી કરવામાં આવેલી છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોબેશનરી અધિકારીઓને ગુજરાતમાં ઉચ્ચ પદ પર સેવારતથવાની મળેલી તક દ્વારા સદકર્મ અને સેવાકાર્યની સુવાસથી લોકોના હૃદયમાં સ્થાન મેળવવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીને મળેલા આ પ્રોબેશનરી આઈએએસ અધિકારીઓએ પોતાના પરિચય અને શૈક્ષણિક કારકિર્દીની વિગતો તથા તાલીમ દરમિયાનના અનુભવોથી મુખ્યમંત્રીશ્રીને વાકેફ કર્યા હતા. આ સૌજન્ય મુલાકાત વેળાએ સ્પીપાના ડાયરેક્ટર જનરલશ્રી મોહમ્મદ શાહિદ, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, સ્પીપાના નાયબ મહાનિયામકશ્રી વિજય ખરાડી અને વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.