તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ચીનમાં ભયંકર માર્ગ અકસ્માત : શાળાના ગેટ પર ઉભેલ વિદ્યાર્થીઓની ભીડને બસે અડફેટે લેતાં 11 મોત, 13 ઇજાગ્રસ્ત થયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ચીનમાં એક ભયંકર માર્ગ અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. પૂર્વ ચીનના શાંદોંગ પ્રાંતમાં એક બસે શાળાના ગેટ પર ઉભેલા વિદ્યાર્થીઓની ભીડને અડફેટે લેતાં 11 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 13 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે જણાવ્યું કે, વિદ્યાર્થીઓને લઇ જવા માટે ભાડે રખાયેલી એક બસે નિયંત્રણ ગુમાવી દેતા શાળાના વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, 13 ઇજાગ્રસ્તોમાંથી એકની હાલત ગંભીર છે, જ્યારે અન્યની હાલત સ્થિર છે. હાલ આ સ્પષ્ટ નથી કે આ માત્ર અકસ્માત છે કે બાળકો પર ઇરાદાપૂર્વક કરાયેલો હુમલો છે. ચીનમાં વારંવાર અસામાજિક તત્ત્વો દ્વારા શાળાઓ પર હુમલા કરવામાં આવતા હોય છે.’ સરકારી સમાચાર એજેન્સીના રિપોર્ટ મુજબ બસ ચાલકની ધરપકડ કરવામાં આવી છે અને દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

જૂનમાં એક વ્યક્તિએ જિયાંગ્સૂ પ્રાંતમાં એક શાળાના બસ સ્ટોપ પર હુમલો કર્યો હતો, જેમાં એક શખ્સનું મોત થયું હતું અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા. માર્ચમાં, શાંદોંગ પ્રાંતમાં એક શખ્સે ગાડીથી સ્થાનિક જૂનિયર સ્કૂલની બહાર ભીડને અડફેટે લીધા હતા, જેમાં બે લોકોના મોત થયા હતા અને અન્ય છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.