Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : માંડલ ગામનાં દાદરી ફળિયામાંથી જુગાર રમતા 14 જુગારીઓ ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં માંડલ ગામનાં દાદરી ફળિયામાં ભિમસિંગભાઈ નાનજીભાઈ ગામીતનાં ખેતરની બાજુમાં આવેલ ગૌચરની જગ્યામાં આવેલ વડના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં વગર પાસ પરમિટે જુગાર રમતા 14 જુગારીઓની સાથે રૂપિયા 2.75 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો ખાનગી વાહનમાં બેસી તારીખ 16/06/2024ના રોજ મોડી સાંજે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારનાં બીટ નંબર 02નાં ગામડા વિસ્તારમાં પ્રોહી. તથા જુગારની રેઈડમાં નીકળ્યા હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, માંડલ ગામનાં દાદરી ફળિયામાં ભિમસિંગભાઈ નાનજીભાઈ ગામીતનાં ખેતરની બાજુમાં આવેલ ગૌચરની જગ્યામાં આવેલ વડના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું કરી ગંજીપાનાનો પૈસા વતી હારજીતનો જુગાર રમે છે.

જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો સ્થળ ઉપર જઈ કોર્ડન કરી જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો અને રોકડ રૂપિયા તથા જુગાર રમવા માટેના હાથ ઉપર રાખેલ તથા અંગ ઝડતીનાં રૂપિયા 9,480/- તેમજ 5 નંગ મોબાઈલ અને 10 બાઈક મળી કુલ રૂપિયા 2,75,220/-નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે તમામ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 પોલીસ રેઈડમાં જુગાર રમતા 14 જુગારીઓ ઝડપાયા…

 

1.કાલુ રસાસભાઈ ગામીત (રહે.ખાંબલા ગામ, નહેર ફળિયું, સોનગઢ),

2.નલીન નટુભાઈ ગામીત (રહે.માંડલ ગામ, દક્ષિણ ફળિયું, સોનગઢ),

3.વિપુલ દિનેશભાઈ ગામીત (રહે.માંડલ ગામ, સાવર ફળિયું, સોનગઢ),

4.ચિંતન હરીશભાઈ ગામીત (રહે.માંડલ ગામ, સાવર ફળિયું, સોનગઢ),

5.મુનેશ સોનિયાભાઈ ગામીત (રહે.માંડલ ગામ, સાવર ફળિયું, સોનગઢ),

6.પિયુષ ઓકનાભાઈ ગામીત (રહે.માંડલ ગામ, નિશાળ ફળિયું, સોનગઢ),

7.રોબીન રમેશભાઈ ગામીત (રહે.માંડલ ગામ, દક્ષિણ ફળિયું, સોનગઢ),

8.દિવ્યેશ ગમનભાઈ ગામીત (રહે.માંડલ ગામ, દક્ષિણ ફળિયું, સોનગઢ),

9.શંકર મકનજીભાઈ ગામીત (રહે.માંડલ ગામ, સાવર ફળિયું, સોનગઢ),

10.અંકિત રામસિંગભાઈ ગામીત (રહે.માંડલ ગામ, દક્ષિણ ફળિયું, સોનગઢ),

11.પીનલ ધનસુખભાઈ ગામીત (રહે.માંડલ ગામ, દક્ષિણ ફળિયું, સોનગઢ),

12.એલીશ યોહનભાઈ ગામીત (રહે.માંડલ ગામ, કંટોલ ફળિયું, સોનગઢ),

13.વીનેશ રમેશભાઈ ગામીત (રહે.માંડલ ગામ, દાદરી ફળિયું, સોનગઢ) અને

14.કલ્પેશ કિશનભાઈ ગામીત (રહે.માંડલ ગામ, સાવર ફળિયું, સોનગઢ).