Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઊંઝા એપીએમસીમાં ખેડૂતો માટે જીરુંના પાકને લઈ રાહતના સમાચાર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઊંઝા એપીએમસીમાં ખેડૂતો માટે જીરુંના પાકને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. ગત વર્ષે જીરુંના ભાવ સાવ તળિયે બેસી જતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. પરંતુ હવે હવામાનમાં પલટો અને આગામી સિઝનની સંભવિત સ્થિતિને જોતા જીરુંના બજાર ભાવમાં જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલમાં બજારમાં જીરુંના ભાવમાં પ્રતિ 20 કિલોએ 1000થી 1200 રૂપિયાનો જંગી ઉછાળો નોંધાયો છે. ખેડૂતોને તેમની પડતર કિંમત કરતાં પણ સારા ભાવ મળી રહ્યા છે. ગત વર્ષે અનુકૂળ વાતાવરણ અને સારો વરસાદ થવાથી જીરુંનું મબલખ ઉત્પાદન થયું હતું. જેના કારણે સિઝનમાં જીરુંના ભાવ 5000 રૂપિયાથી ઘટીને સાવ 3500 રૂપિયા સુધી નીચે સરકી ગયા હતા.

ત્યારબાદ ભૌગોલિક-રાજકીય સ્થિતિ, સ્થાનિક સ્તરે હવામાનમાં પલટો અને ટ્રાન્સપોર્ટેશનની સમસ્યાઓને લીધે બજારમાં માંગ મંદ રહી હતી. આગામી સમયમાં તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે. તેની સાથે જ હવામાન નિષ્ણાતો દ્વારા અલ નીનોની અસર વર્તાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં પાણીની અછત ઊભી થવાની ભીતિ સેવામાં રહી છે. ઊંચા તાપમાનના કારણે જીરુંના ઉગાવામાં પણ મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.

આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને આગામી સિઝનમાં જીરુંનું ઉત્પાદન ઘટવાની પૂરી શક્યતા છે. હાલમાં બજારમાં જીરુંના ભાવમાં પ્રતિ 20 કિલોએ 1000થી 1200 રૂપિયાનો જંગી ઉછાળો નોંધાયો છે. ખેડૂતોને તેમની પડતર કિંમત કરતાં પણ સારા ભાવ મળી રહ્યા છે. જેના કારણે છેલ્લા ત્રણ વર્ષથી સતત નુકસાન વેઠી રહેલા જીરુંના ખેડૂતોનું નુકસાન આ વર્ષે સરભર થઈ જશે, તેમને મોટી આર્થિક રાહત મળશે તેવું ઊંઝા એપીએમસીના ચેરમેણે જણાવ્યું હતું.(સૌજન્ય)