તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

17 વર્ષ જુના હત્યાના કેસમાં એક પરિવારનાં 14 લોકોને સજા ફટકારવામાં આવી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સ્થાનિક અદાલતે 17 વર્ષ જુના હત્યાના કેસમાં એક પરિવારના નવ સહિત 14 લોકોને આજીવન કેદની સજા ફટકારી છે. વિશેષ ન્યાયાધીશ રેખા શર્માની અદાલતે ગુરૂવારે સજા સંભળાવી હતી. બદૌન જિલ્લાના ખારખોલ ગામમાં પાનસિંહની હત્યા માટે આરોપીઓ દોષીત ઠરતા અદાલતે છ દોષીતોને 50 હજાર રૂપિયાનો દંડ જ્યારે બાકીના આઠને 30 હજારનો દંડ ચૂકવવા કહેવામાં આવ્યું હતું. સરકારી વકીલ રાજેશ બાબુ શર્માએ જણાવ્યું હતું કે, રીબ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખારખોલ ગામમાં કથિત રીતે ફેબ્રુઆરી 2007માં રાધેશ્યામની હત્યા કરવામાં આવી હતી.

ઘટનાના આઠ દિવસ બાદ રાધેશ્યામના સંબંધીઓ અને પરિવારના સભ્યોએ પાનસિંહ પર તેના ઘરે હુમલો કર્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દાખલ થયેલી પોલીસ ફરિયાદ મુજબ તેઓએ ઘર પર ગોળીબાર કર્યો હતો. તેમજ લાકડી વડે હુમલો કર્યો હતો અને પાનસિંહના ઘરમાં લૂટ ચલાવી હતી. તેઓ પાનસિંહને ઉઠાવી ગયા હતા અને કુહાડી વડે તેની હત્યા કરી હતી. પોલીસે લૂટ અને હત્યાના કેસમાં તપાસ કરીને 16 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. ન્યાયાધીશ રેખા શર્માએ આ કેસમાં રાધેશ્યામના ભાઇ ઉર્મન સહિત 14 લોકોને દોષિત ઠેરવીને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટમા કેસ ચાલી રહ્યો હતો ત્યારે બે આરોપીઓના મોત થયા હતાં.