નવસારી જિલ્લામાં એકસાથે 29 પોલીસ કર્મીઓને બઢતી આપવામાં આવી છે, જેને લઇ જિલ્લા પોલીસ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. નવસારી જિલ્લા ખાતે ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલમાંથી એ.એસ.આઇ. 09, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ 08 તેમજ આર્મ હેડ કોન્સ્ટેબલમાંથી એ.એસ.આઇ. 06, આર્મ પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ 06 મળી કુલ્લે જિલ્લાના 29 પોલીસ કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે.




