હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નાર્કોટિક્સ બ્યુરોએ એક મહિલા પેસેન્જર પાસેથી 400 કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાલ આ ગાંજાની કિમંત લગભગ 40 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એનસીબીએ એક મોટી કાર્યવાહી હાથ ધરી જેમાં એક મહિલા યાત્રી પાસેથી 400 કિલો ગાંજો જપ્ત કર્યો છે. જેની માર્કેટ વેલ્યુ 40 કરોડ છે. એજન્સીના જણાવ્યા અનુસાર એનસીબી તરફથી એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે આ કાર્યવાહી ગુપ્ત સૂચનાના આધાર પર કરવામાં આવી છે. મહિલાના બે બેગ્સની તપાસ કરી તેમાંથી આ ગાંજો મળ્યો છે. આ ગાંજાને હાઇડ્રોપોનિક ટેકનીક સાથે ઉગાડવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે આ ગાંજો સામાન્ય ગાંજાની તુલનામાં વધારે પ્રભાવ શાળી હોય છે.એનસીબી અધિકારીઓની તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે એક મહિલા આરોપીએ ગાંજો બેંકોકથી મંગાવ્યો હતો. જેના કારણે બેંકોકથી આવવા વાળા દરેક યાત્રીઓ પર નજર રાખવામાં આવી હતી અને એના કારણે તે મહિલા દુબઇ થઇને ભારત આવી રહી હતી. એનસીબીનુ કહેવુ છે કે આવુ ઘણી વખત આરોપીઓ કરતા હોય છે એટલે દરેકની તપાસ કરતા મહિલા આરોપી ઝડપાઇ,. હાલ આ એનસીબી મહિલાની પૂછપરછ કરી રહી છે. આ સિવાય એ પણ તપાસ કરશે કે થાઇલેન્ડ કે ભારતમાં કોઇનો સંપર્ક હતો કોઇ મોટા ઇન્ટરનેશનલ ડ્ગ્સ સિંડિકેટનો ભાગ છે કે નહીં.




