બારડોલીના ઉવા ગામ નજીક બે એસ.ટી. બસો વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં આગ લાગવાને કારણે ડ્રાઈવર અને અન્ય મુસાફરો ભડથું થઈ ગયા હતા.
આ કરૂણ ઘટનામાં ઓળખ ન થઈ શકે તેવા 6 મૃતદેહોના DNA સેમ્પલ મેળવી ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ મેચ થતાં જ બારડોલી પોલીસે તમામ મૃતદેહો તેમના શોકાતુર પરિવારજનોને સોંપ્યા છે.
મૃતકોની ઓળખ અને અંતિમ સંસ્કાર:
- ઘનશ્યામ બરકાલે (બસ ચાલક): તેમનો મૃતદેહ ઓળખી શકાય તેવી સ્થિતિમાં હોવાથી અગાઉ જ પરિવારને સોંપાયો હતો.
- ધનલક્ષ્મી જાદવ (પાલઘર) અને આશા પ્રકાશ વાઘ (મહારાષ્ટ્ર): બંનેના અંતિમ સંસ્કાર બારડોલી ખાતે જ કરવામાં આવ્યા હતા.
- મધુકર યશવંત પાટીલ અને અર્ચના પાટીલ (પતિ-પત્ની): તેમના પાર્થિવ દેહને મહારાષ્ટ્ર લઈ જવામાં આવ્યા છે.
- મનીષા રાજેન્દ્ર પાટીલ: તેમનો મૃતદેહ ચલથાણ (સુરત) ખાતે મોકલવામાં આવ્યો હતો.
- નરેશ મનોહર નેરપગાર: ઓળખ થતાં બમરોલી હોસ્પિટલ ખાતે તેમના પરિવારને કબજો સોંપાયો હતો.
આ મુશ્કેલ સમયમાં બારડોલી પોલીસે અત્યંત સંવેદનશીલતાપૂર્વક કામગીરી કરી હતી, તેમજ સ્થાનિક ‘એકતા ગ્રુપ’ દ્વારા પણ પરિવારોને જરૂરી સેવા અને સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.




