મધ્યપ્રદેશનાં ઝાબુઆ જિલ્લાનાં થાંદલા-મેઘનગર નજીક સંજેલી રેલવે ફાટક પાસે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાતે લગભગ 2:00 વાગ્યે નિર્માણાધીન ઓવર બ્રિજ નજીક વળાંક પર જ્યારે ટ્રક વળી રહ્યો હતો તે સમયે જ કાર સાથે ભીષણ ટક્કર થતાં કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો.
માહિતી અનુસાર મૃતકોમાં આઠ લોકો થાંદલાની નજીક આવેલા શિવગઢ મહુદાના વતની હતા. જ્યારે અન્ય એક મૃતક વ્યક્તિ શિવગઢની નજીકના ગામડાનો રહેવાશી હતી. આ તમામ લોકો એક જ પરિવારના હોવાનો દાવો કરાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. માહિતી અનુસાર મૃતકોમાં એક જ પરિવારના 9 લોકો સામેલ છે અને તેઓ કોઈ લગ્ન સમારોહમાં હાજરી આપીને ઘરે પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન ભયંકર અકસ્માત સર્જાઈ ગયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે કારનું પડીકું વળી ગયું હતું. મૃતકોમાં 2 પુરુષ, 3 મહિલાઓ અને 4 બાળકો સામેલ છે.
