વ્યારાનાં દાદરી ફળિયામાં રહેતો રોહિતભાઈ બબનભાઈ પવાર(ઉ.વ.20)ની પત્ની નંદનીબેન રોહિતભાઈ પવાર ગત તારીખ 29/03/2024નાં રોજ સીઝર ડીલીવરી થયેલ હતી જેથી તેઓ તેમના બાળક સાથે પિયરમાં રહેતી હતી અને તેમના પતિ રોહિતભાઈએ તેમના પિતા બબનભાઈ પવારને પત્ની નંદનીબેનને લાવવા માટે કહ્યું હતું જોકે રોહિતભાઈનાં પિતાએ બાળક તથા પત્નીને થોડા દિવસ બાદ લઈ આવીશું તેમ જણાવ્યું હતું.
જેથી રોહિતભાઈએ તેમના પિતા સાથે આ બાબતને લઈ બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. આમ, રોહિતભાઈનાં પત્ની અને બાળકને ઘરે નહિ લાવતા તેમને મનમાં ખોટું લાગી આવતા રોહિતભાઈએ તારીખ 28/04/2024નાં રોજ દાદરી ફળિયામાં રહેતા ગોરખભાઈ કેશવભાઈ પવારનાં રહેણાંક મકાનની સામે આવેલ પતરાના શેડના લોખંડનાં પાઈપ સાથે પીળા કલરની નાઈલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. બનાવ અંગે મૃતકનાં પિતાની ફરિયાદનાં આધારે વ્યારા પોલીસે બનાવ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
