Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

લોકસભા ચૂંટણી 2024 : કોંગ્રેસે જાહેર કરી વધુ એક યાદી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીએ તેના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. કોંગ્રેસે હરિયાણાની ગુરુગ્રામ લોકસભા સીટ પરથી અભિનેતા રાજ બબ્બરને ટિકિટ આપી છે. પાર્ટીએ આનંદ શર્માને હિમાચલ પ્રદેશની કાંગડા લોકસભા સીટથી પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. કોંગ્રેસેહિમાચલનીહમીરપુર લોકસભા સીટથીસતપાલરાયજાદાને ટિકિટ આપી છે. પાર્ટીએ મહારાષ્ટ્રની મુંબઈ ઉત્તર લોકસભા સીટ પરથી ભૂષણ પાટીલને ટિકિટ આપી છે. હરિયાણાની ગુરુગ્રામ સીટ પર છઠ્ઠા તબક્કામાં એટલે કે 25મી મેના રોજ ચૂંટણી યોજાશે. આ સિવાય હિમાચલનીકાંગડા અને હમીરપુર સીટ પર સાતમા તબક્કામાં એટલે કે 1 જૂને મતદાન થશે. મહારાષ્ટ્રની ઉત્તર મુંબઈ સીટ પર પાંચમા તબક્કામાં એટલે કે 20 મેના રોજ મતદાન થશે.