ચૂંટણી પંચે ખરાબ હવામાન અને રસ્તાઓની સ્થિતિને લઈને જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી લોકસભા સીટ પર મતદાનને લઈ મોટો ફેરફાર કર્યો છે, ચૂંટણી પંચે અનંતનાગ-રાજૌરી બેઠક માટે ચૂંટણીને સ્થગિત કરી દીધી છે. ભારતના ચૂંટણી પંચે અનંતનાગ-રાજૌરી લોકસભા મતવિસ્તાર (J&K)માં મતદાનની તારીખમાં સુધારો કર્યો છે. મતદાન હવે 7મી મેના બદલે 25મી મેના રોજ યોજાશે. ચૂંટણી પંચે ખરાબ હવામાન અને રસ્તાઓની સ્થિતિને લઈને આ નિર્ણય જાહેર કર્યો છે. અગાઉ ચૂંટણી પંચે આ બેઠક પર ત્રીજા તબક્કામાં એટલે કે 7મી મેના રોજ ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો હતો. આ પછી, ખરાબ હવામાન અને ખરાબ રસ્તાઓને કારણે અનંતનાગરાજૌરી સીટ પર ચૂંટણી સ્થગિત કરવાની માંગ કરવામાં આવી હતી. આ પછી ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે.




