Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

યુપીમાં એક મહિલાએ દારુ પીને રસ્તા વચ્ચે ધમાલ મચાવી હતી અને પોલીસવાળાને પણ અડફેટે લીધાં

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક મહિલાએ ખૂબ દારુ પીધો અને ચઢ્યાં બાદ તે રસ્તા ધમાલ મચાવવા લાગી હતી. આ જોઈને મોટું ટોળું ભેગું થઈ ગયું હતું. દારુ પીને છાકટી બનીને મહિલાએ પોલીસવાળાને પણ ધક્કે ચઢાવ્યાં હતા અને તે પોલીસવાળાને ધક્કા મારતી જોવા મળતી હતી. એક તબક્કે તો પોલીસ પણ તેનાથી ડરી ગયાં હતા અને તેનાથી દૂર ભાગવા લાગ્યાં હતા. દારુનો નશો કરી છોકરીએ બરાબર પોલીસ ચોકી સામે આવો હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો હતો. સમજાવવા વચ્ચે આવ્યાં તો છોકરીએ પોતાનું પેન્ટ ઉતારી દીધું હતું અને તેમની સાથે ધક્કામુક્કી કરવા લાગી હતી. તેઓ પણ ડરીને ભાગવા લાગ્યાં હતા.આખરે પોલીસે મહિલા કોન્સ્ટેબલને બોલાવીને તેને કન્ટ્રોલમાં લીધી હતી અને તેને ગાડીમાં બેસાડીનેથાણે લઈ હતી અને તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.